Friday, November 4, 2011

તારી સાથે મારી પેહલી સવાર

 
પરોઢિયા ના પંખીયોનો કલરવ સંભળાતો હતો ,
 તારા આવવા-જવા નો પગરવ સંભળાતો હતો,
ધૂપસળી ના સુગંધથી સારો ઓરડો મહેકાતો  હતો,
હું થોડો નિદ્રા માં અને થોડો જાગતો હતો,
સુરજ નો રેશમી પ્રકાશ બારી માંથી આવતો હતો,
પણ આજ ની સવાર માં કોઈ અલગ જ રંગ રેલાતો હતો,
તારા પાણી નીતરતા વાળ ની ખુશ્બુ થી આ પહોર છલકાતો હતો,
તારી ગુલાબી સાડી નો પાલવ હવા માં આમ-તેમ લેહરાતો હતો,
સમય પણ આવા કામણગારા વાતાવરણ  જાણે મલકાતો હતો,
મારા તો મન ના કોઈ પણ ખૂણે આનંદ ના સમાતો હતો,
તન ને સ્પર્શ કરતો પવન નો રેલો પણ આજે મધમાતો હતો,
સમય ને રોકવા ચાહતો હતો પણ તે રોક્યે ના રોકાતો હતો...