મારા રૂઢિયાં ની સ્પંદન માં ન જાણે કેવું બાણ વાગ્યું તું ,
મોજાઓ ના વમંડળ ઉઠી હૈયા માં એવું તુફાન જાગ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
નહોતી ખબર મને કઈ ઘડી ખેંચાયો તારી બાજુ,
બધું જ કરતા પણ કોઈ પણ કાબુ નહોતો મારી બાજુ,
ક્યાતી ખબર કે કેહવાય છે જેને પ્રેમ તે આવી બલા છે,
પોતાના થી પોતાને દુર કરતી આ તો એવી જાદુ ની કળા છે,
મને તો મારું ધરતી ને આકાશ ત્યારે સૌથી સુનેહરું લાગ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
રોજ તું ક્યારે આવે બસ તે જ વાટ હતી મારા મન ને,
ઝણ ઝણાટી વ્યાપી જાય જો કોઈ વાર સ્પર્શી જાય તું તન ને,
તારી સાથે જ વાતો કર્યા કરું એવું મન માં થયા કરે,
તું પાસે જ બેસી રહે એવું મન ચાહયા કરે,
તારી સાથે જિંદગી નો હર ક્ષણ વીતાવું એવું મનમાં અરમાન આવ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
પામવાની હતી તને ચાહ પણ કેહતા લાગતો તો ડર,
તને ગુમાવી દઈશ જો તને મંજુર ના હો અગર,
તને મેળવવાના રસ્તા પણ ક્યાં હતા આસાન,
ચારે બાજુ હતા બસ કંટકો ના જ મેદાન,
તો પણ તને પોતાની બનાવું એવું સ્વપ્ન તો આંખો માં જાગ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
તું મારા દિલ માં વસી ગઈ, તું મારા શ્વાસ માં વસી ગઈ,
તું મારી નજરો માં, તું મારી હર એક આશ માં વસી ગઈ,
શું કહું તને મારા હૈયા ના હાલ,
મન માં તો ચાલ્યા કરતા તા બસ તારા જ ખયાલ,
તારી તસવીર સાથે એકલતા માં સવાલ-જવાબો નું મૌસમ જામ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
જયારે મને તારા પ્રેમ ની ગાગર મળી ગઈ,
મારી દુનિયા માં તારી મુસ્કાન ની સાકર ભળી ગઈ,
મારી આ જિંદગીનો સૌથી અનમોલ એહસાસ કહું,
જયારે મારી સાથે ચાલી, પકડી હાથો માં હાથ તું,
મારા તન-મન ના રોમે-રોમ માં તે તો મદમસ્ત ગુલાલ છાંટ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
પીળા પાનખર માં પાન ખરી વસંત ની લહેર આવી,
મારી જિંદગીની દરેક ઋતુ માં તું અનેરી મહેક લાવી,
પેહલા વરસાદ ની ભીની ફોરમ જેવી પ્યારી છે તું,
સુરજ ની પેહલી કિરણ, સાંજ ની મધમાતી લાલી છે તું,
મેં હમેશા આવા જ જીવનસાથી માટે વિચાર્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...
તું જો આજે મારી સંગ છે,
તો મારી જિંદગી માં પ્રેમ નો રંગ છે,
તારા વિના એક ક્ષણ ની કલ્પના પણ મુશ્કિલ છે,
મને તો તારી ખુશી માં જ બધી ખુશી હાંસિલ છે,
તેં તો મને એથી ય વિશેષ આપ્યું જેનું મેં કદી મન માં કોડ રાખ્યું તું,
હાં, તને પેહલી વાર મળ્યા પછી કંઈક એવું લાગ્યું તું ...