પલકો પર હજારો સપના રમતા રહ્યા,
નયન બસ તારી જ રાહ ટકતા રહ્યા,
કેવી રીતે સમજાઉ આ રૂઢિયા ને ઓ વાલમ,
જેમાં બસ તારા જ નામ ના ધબકારા ધબકતા રહ્યા...
બાગો માં સુગંધ ના પેહરા ના રહ્યા,
તારા વિના મૌસમ સુના-સુના રહ્યા,
જિંદગાની લાગે કેટલી બધી લાંબી ઓ વાલમ,
તારા વિના તો પલ-પલ મારા સાલ સમા રહ્યા...
ઘણા લોકો બધા જતા-આવતા રહ્યા,
રસ્તા પર હમેશા મારી નજરો ના પડછાયા રહ્યા,
તમે તો ના આવ્યા ઓ વાલમ,
પણ, મારા આંસુ તો તારી જ યાદ માં વેહતા રહ્યા...
મનને તારી આહટ ના પડઘા પડતા રહ્યા,
બધી જ વાતોમાં નૈન તમને જ શોધતા રહ્યા,
અંતર ને થતી રહી ઈચ્છા તમને મળવાની ઓ વાલમ,
અમે તો બસ રાત-દિવસ તેમાં જ ઊંઘતા-જાગતા રહ્યા...
મને તો બધા કેટલીયે રીતે સમજાવતા રહ્યા,
પણ હૈયા માં તો અરમાન ઓછા જ થતા રહ્યા,
અંધકાર વ્યાપી ગયો મારી દુનિયા માં ઓ વાલમ,
સાચું કહું તો હવે જીવવાના ખ્યાલ જ મન માંથી જતા રહ્યા...