અંધારી રાત માં ચમકતો એક તારો શોધું છું,
નિરાશ આંખ માં ખુશી નો એક પલકારો શોધું છું,
હું તો મધદરિયે ઉભો છું આજે,
ક્યાંક બહાર નીકળવાનો એક કિનારો શોધું છું ...
રસ્તા માં વાંકા-ચુકા વળાંક જ દેખાય છે,
અડચણ ના ઊંચા-નીચા ઢળાંક જ દેખાય છે,
હું તો કાંટાળી રાહ માં ફુલો નો એક બગીચો શોધું છું,
હું તો મધદરિયે ઉભો છું આજે,
ક્યાંક બહાર નીકળવાનો એક કિનારો શોધું છું ...
જિંદગી ની કાયા પર તિમિર ના પડછાયા થાય છે,
કાળા વાદળો આકાશ માં ઘેરાતા જ જાય છે,
હું તો ઝગમગતા સૂર્ય નો એક નજારો શોધું છું,
દીપ પ્રગટાવા જ્યોતિ નો એક ચમકારો શોધું છું,
હું તો મધદરિયે ઉભો છું આજે,
ક્યાંક બહાર નીકળવાનો એક કિનારો શોધું છું ...
No comments:
Post a Comment