Saturday, January 16, 2016

એક સાથી જોઈએ છે...

જિંદગીમાં સાથે ચાલવા એક રાહી જોઈએ છે,
એકલું ઘણું જીવ્યા હવે તો એક સાથી જોઈએ છે...

છેડો છે બાંધવો આ જિંદગીનો કોઈ ની જિંદગી સાથે,
જ્યોતિ છે કરવી કોઈ ની આંખોથી આ અંધિયારી રાતે,
જિંદગી માં રંગત પુરવા  હોઠો ની લાલી જોઈએ છે,
એકલું ઘણું જીવ્યા હવે તો એક સાથી જોઈએ છે...

પ્રેમ જો મળી જાય સાચો કોઈનો એટલું ઘણું છે જીવન માં,
પ્રેમ જો આપી દઈએ સાચો કોઈને એટલું ઘણું છે જીવન માં,
સાચા પ્રેમ ની આશ કરવા એક આશી જોઈએ છે,
એકલું ઘણું જીવ્યા હવે તો એક સાથી જોઈએ છે...

જીવવા માટે બહાનું આપે એની એક માસુમ હંસી,
ખેંચે મને અદ્રશ્ય રીતે એના પ્રેમ ની રેશમ રસી,
જિંદગી ના ફૂલડાં ને ઉગવા હૈયા ની ડાળી જોઈએ છે,
એકલું ઘણું જીવ્યા હવે તો એક સાથી જોઈએ છે...

No comments:

Post a Comment