તારી આંખો માં હું મને શોધતો રહ્યો ,
મારી આંખો માં હું તને શોધતો રહ્યો,
કહ્યું તો નહિ તને કોઈ વખત પણ,
મન માં ને મન માં તો તારું જ નામ બોલતો રહ્યો ...
આંખ બંધ કરું તો સપના માં તું દેખાય,
આંખ ખોલું તો સામે તારી છબી દેખાય,
હાલ થઈ ગયા જોને મારા એવા કે,
હું તો થોડો ઊંઘતો એ થોડો જાગતો રહ્યો ...
અંતર ના આંગણે તારી સુગંધ રેલાય,
હૈયા ના સ્પંદન માં તારા ધ્વનિ સંભળાય,
દિવસ થાય અને ઝલક જોવા મળે તારી,
હું તો બસ એ જ રાહ માં રાત વિતાવતો રહ્યો ...
હવે જીવન માં નાં કોઈ તમન્ના બાકી રહી ,
તારી એક મુસ્કાન માં પૂરી આ જિંદગાની રહી,
આવતા જનમ માં તું થાય મારી,
એ જ દુઆ હું તો રાત-દિવસ માંગતો રહ્યો ....
No comments:
Post a Comment