Sunday, January 3, 2016

એક છબી ની તલાશ છે




અંતર માં અંધારા છે આજે ,ચારે બાજુ ઉજાશ છે,
ચેહરા માં હસતા પલકારા છે આજે પણ હૈયું ઉદાસ છે...

અશ્રુ ભીની આંખે સપના વેહતા ગયા,
આભ ની ચુંદડી માંથી તારા ખરતા ગયા,
ચંદ્ર ખીલ્યો આકાશે પણ લાગે છે કે અમાસ છે,
અંતર માં અંધારા છે આજે , ચારે બાજુ ઉજાશ છે...

રાહો ઘણી છે પણ મંજિલ છે એક,
એકલતા ભણી પ્રત્યેક ડગે લાગે છે ઠેક,
સુના-સુના દર્પણ ને એક છબી ની તલાશ છે,
અંતર માં અંધારા છે આજે , ચારે બાજુ ઉજાશ છે...

No comments:

Post a Comment