પ્રેમ ના બીજ ને અંકુર ફૂટ્યા લાગે છે,
લાજ ના ધીમે-ધીમે બંધન તૂટ્યા લાગે છે,
જ્યાર થી જોઈ છે એક ઝલક તે ચેહરા ની,
હૈયા માં નવા નવા અરમાન ઉઠ્યા લાગે છે,
પ્રીત ના સોનેરી સ્વપ્નો જોવા લાગી છે મારી આંખલડી,
બસ એમની નજર્યું મળવાથી નજર્યું માં એ તો જાગ્યા લાગે છે,
હવા ના હલેસા આ દરવાજા ને હલાવે છે,
પણ મન માં થાયે છે હર પલ કે એ આવ્યા લાગે છે,
આ ઓઢણી કેમ સરક્યા કરે છે વારંવાર હવે,
એના તાર ને પણ કોઈક ના સ્પર્શે હલાવ્યા લાગે છે,
ફરી-ફરી ને મન તો તેમની જ વાતો પર આવી જાય છે,
હવે જાણે મારા હર રસ્તા ની મંજિલ જ તે બની ગયા લાગે છે,
આ સમય તો હમણાં પણ વહે છે પેહલા ની જ ગતિ એ,
પણ કેમ મને હવે પલ-પલ વરસ સમા લંબાયા લાગે છે,
આ તડકો તો દઝાડતો હતો મારા તન ને હંમેશા ,
પણ આજે એમના એહસાસ માં હર ઋતુ રેશમી માયા લાગે છે,
તેમને સ્પર્શી ને આવતો આ પવન ચૂમી રહ્યો છે મારા અંગે-અંગ ને,
રોમે-રોમ માં સ્પંદન છે, આજે તેમના ખુશ્બુ થી મેહકાતી મારી કાયા લાગે છે...
No comments:
Post a Comment