Sunday, January 3, 2016

પ્રેમ એટલે...




જેનાથી અંતર ના અંધારા માં ઉજાસ  છે,
જે સળગતા દીવા ની વાટ  છે,
જેનો દુનિયા માં ચારે ખૂણે વાસ છે,
જેની સહુ ના શ્વાસ માં સુવાસ છે,
જેનાથી દુનિયા માં જીવો નો સહેવાસ  છે,
જે સહુ ના હોઠો ની પ્યાસ છે,
જે સહુ કોઈ ની આસ-પાસ છે,
જે શ્યામ અને રાધા નો રાસ છે,
જેની હર પળ હર મન ને આશ છે,
જેનાથી જિંદગી ના ભોજન માં મીઠાશ છે,
જે ઈશ્વર નું હર કોઈ ને અમૂલ્ય વરદાન છે,
હા, એ જ તો પ્રેમ છે, જે હૈયા ના દરેક ક્ષણ ની ધબકાર છે..


No comments:

Post a Comment