Thursday, January 21, 2016

તારા વગર જીવવાની પણ શરૂઆત કરી છે...



આજ થી મેં એક નવી પ્રભાત કરી છે,
તારા વગર જીવવાની પણ શરૂઆત કરી છે,
પડછાયા ને તન થી અલગ કરી,
એકલતા ની સાથે મેં મુલાકાત કરી છે,
વીતેલા ક્ષણો ને ભૂલી ને બંધ આંખો એ આજે મેં રાત કરી છે,
મારા શ્વાસ માંથી તારું નામ કાઢી,
જુદાઈ માં જ મિલન ની સુવાસ ભરી છે,
હૈયા થી છુપાવી મન ને,
તારા વિચારો થી દુર રેહવાની વાત કરી છે,
કાલ ની લેહરો થી આશ છોડી,
આજ ના સાગર માં પોતાના કિનારા ની તલાશ કરી છે,
પ્રેમ થી મેહકતા રંગો ને મિટાવી,
જીંદગી ના હાથ માં અલગ જ મેહંદી ની લાલાશ કરી છે,
હા, આજે તું નથી પાસે પણ,
મેં તો તારી યાદો ને તું સમજી બાથ ભરી છે,
આ રાહ પર હું એકલી જ નથી ,
આપના પ્રેમ ની સુવર્ણ પળો એ પણ મારી સંગાથ કરી છે...

No comments:

Post a Comment