આજે મારી જિંદગી તમને આપી,
અશ્રુ ઓ મેં પાસે રાખ્યા છે,
મારા હોઠો ની હંસી તમને આપી..
ફૂલો ની રાહ હોય કે કાંટો ની રાહ,
તારા સાથ માં છે હવે મારી બધી ચાહ,
લઈ જાઓ તમે મને ચાહો ત્યાં,
મેં તો આંખો ને બંધ કરી નાંખી,
આજે મારી જિંદગી તમને આપી,
અશ્રુ ઓ મેં પાસે રાખ્યા છે,
મારા હોઠો ની હંસી તમને આપી..
ભૂલી દુનિયા હું તો બસ તારા માં સમાઈ ,
મારી નજરો માં બસ એક તારી છબી છવાઈ,
બધી તમન્ના પૂરી થઈ મારી,
જયારે તે મને દિલ માં વસાવી,
આજે મારી જિંદગી તમને આપી,
અશ્રુ ઓ મેં પાસે રાખ્યા છે,
મારા હોઠો ની હંસી તમને આપી..
No comments:
Post a Comment