Sunday, January 3, 2016

સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે...




સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે,
જાણે કે તારી ઓઢણી ના રંગો ફેલાતા હોય,
સવાર ના તારા હોઠો ગુલાબ વિખેરતા હોય,
રાત ના તારા કાળા કેશુ મને સતાવે છે,
સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે...

મારા સપના માં રોજ તું આવે છે,
પછી મીઠી બોલી થી તું  મને જગાડે છે,
જાગતા હોય કે સુતા બસ તું જ યાદ આવે છે,
સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે...

જ્યાં તું મેં મળતી હતી એ લીલી લીમડી,
નદિયા ની ધારા પણ મને દઝાડે છે,
તારા વગર પલ-પલ પણ વરસ જેવા લાગે છે,
સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે...

સંભળાય છે મને તારી સાદ મારા નામ ની,
ભુલ્યે પણ નાં ભૂલાય યાદ પેહલા પ્યાર ની,
ક્યારેક તારી યાદો મને રડાવે છે, ક્યારેક તારી યાદો મને હસાવે છે,
સાંજ ની લાલી માં તું મને યાદ આવે છે...

No comments:

Post a Comment