હોઠો પર બસ તારું જ નામ આવ્યા કરે છે,
આ આંખો માંથી હવે તો આંસુ જ ઝર્યા કરે છે..
જિંદગી બની ગઈ છે આકરી સજા,
નાં રે સેહવાય હવે તો જુદાઈ ની સજા,
તારી યાદો ના વહેણ માં હૈયું તો વહ્યા જ કરે છે,
આ આંખો માંથી હવે તો આંસુ જ ઝર્યા કરે છે..
કોઈ પણ વાત માં મન તો લાગતું જ નથી,
તારા વિના જીવન તો જીવાતું જ નથી,
ક્ષણે - ક્ષણ તારો જ ચેહરો નજર માં રહ્યા કરે છે,
આ આંખો માંથી હવે તો આંસુ જ ઝર્યા કરે છે..
હર પલ હું તો બસ તારી જ રાહ જોયા કરું છું,
જાગતી આંખો એ તારા જ સપના જોયા કરું છું,
તું હમણાં આવશે આ મન તો બસ એવું જ કહ્યા કરે છે,
આ આંખો માંથી હવે તો આંસુ જ ઝર્યા કરે છે..
No comments:
Post a Comment