Tuesday, January 26, 2016

કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે...

એક વખત જે થાય છે તે થઈ જાય છે, કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે,
ના સમજે, ના વિચાર્યે મનડું મોહી જાય છે,કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે...

મેં તો સપના જે બધા જોયા હતા, હાર માં આશ ના મોતી પિરોવ્યા હતા,
મારા પ્રેમ ના પારેવા જે ઉડ્યા હતા,આજે પોતાની મંઝીલ પર પહોચ્યા હતા,
કોઇથી પણ ના આમાં ધાર્યું કઈ થાય છે,કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે,
ના સમજે, ના વિચાર્યે મનડું મોહી જાય છે,કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે...

આ સમય જોને કેવો સરસ આવ્યો છે, મારી આંખો માં તારી ચાહત ની જ્યોતિ છે,
જેને હું વરસો થી શોધી રહ્યો હતો , આજે તે મારી નજરોની સામે બેઠી છે,
મને તો બસ આ પળ રોકવાનું મન થાય છે,કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે,
ના સમજે, ના વિચાર્યે મનડું મોહી જાય છે,કઈ ઘડી એ હૈયું નાં જાણે પારકું થઈ જાય છે...

No comments:

Post a Comment