કેમ રે કેહવાય , કેમ રે સેહવાય,
તારા વિના હવે કેમ રે રેહવાય ,
આ તો એવી ઘડી આવી છે ,
જેમાં ના રે જીવાય , ના રે મરાય ...
આકરી સજા હું તો ખામી રહ્યો છું,
ગમે તે સજા આપ પણ આ તો નાં રે ખમાય ...
અંગારા પર ચાલી રહ્યો છું,
તારા વિરહ માં સળગી રહ્યો છું,
નાં ખાઈ રહ્યો છું , નાં પી રહ્યો છું,
હવે કશેક પણ મન લાગ્યે નાં લગાડાય ...
તારા પ્રેમ માં હું તો પોતાને ભૂલી બેઠો છું,
તારી લગન માં હું તો દુનિયા ને ભૂલી બેઠો છું,
ખોવાય ગયો છું હું તારી આંખ ની ભુલભુલામણી માં,
હવે આમાંથી મારાથી નીકળે નાં નીકળાય ...
મારા હૈયા ના સ્પંદનો ને તું તારું નામ શીખવી ગઈ છે ,
મારી નજરોમાં તું બસ તારો ચેહરો ગોઠવી ગઈ છે,
મારા કદમો ને તું બસ તારો રસ્તો બતાવી ગઈ છે,
કોઈ પણ વાતો માં પણ બસ તું જ છે,
મારા હોઠો થી પણ બસ તારું જ નામ બોલાય ...
મને આ રોગ ની કોઈ દવા પણ સુઝતી નથી,
આ પીડા તો કેટલીયે કોશિશે પણ શાંત પડતી નથી,
હવે તો તારા હાથ માં મારી જિંદગી નો પ્યાલો છે,
તું ચાહે તો એ ધોળાય અને તું ચાહે તો પીવાય ....
No comments:
Post a Comment