પાનેતર ઓઢીને, સોળે શણગાર સજી ને,
પ્રિયા ચાલી જાશે પ્રિયવર ને સંગ,
સપ્તપદી ના ફેરા માં, સાત રંગો વિખરાવી ને,
સજની ચાલી જાશે સાજન ને સંગ,
કંગન ની ખનક માં, પાયલ ની છનક માં,
અશ્રુ ચાલી જાશે ખુશી ને સંગ,
શેહનાઈ ની સરગમ માં,ઢોલક ની ધડકન માં,
ખુશ્બુ ચાલી જાશે ફૂલ ને સંગ,
મેહંદી ની લાલાશમાં, સૌના આશીર્વાદના ગુલશન માં,
દુલ્હન ચાલી જાશે દુલ્હા ને સંગ..
No comments:
Post a Comment