Saturday, January 16, 2016

આજ-કાલ તો પત્રવ્યવહાર જ બંધ થઇ ગયા ...

આજ-કાલ તો પત્રવ્યવહાર જ બંધ થઇ ગયા,
અક્ષરો માં પરોવી ને મોકલાતા દિલ ના હાલ બંધ થઇ ગયા,
કોઈ ના આવેલા SMS જ ફરી થી મોકલી દેવાય છે,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

પેહલા જેવો આવડે તેવો પત્ર તો લખાતો હતો,
પત્ર વાંચનાર ને પત્ર માં લખનાર નો ચેહરો દેખાતો હતો,
શબ્દો માં સીંચી ને મોકલાતા સુખ-દુખ ના સમાચાર જ બંધ થઇ ગયા,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

તમે કેમ છો? એમ પૂછવાનું કેવું સારું લાગતું હતું,
હું મઝા માં છું , એમ લખવાનું પણ કેવું સારું લાગતું હતું,
આવા સાચા સંબંધો ના સવાલ-જવાબ જ બંધ થઇ ગયા,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

પ્રેમી એકબીજા ને પ્રિય લખી ને સંબોધતા હતા,
પત્ર માં સાથે ફૂલ નહિ તો ફૂલ ની  પાંખડી મોકલતા હતા,
જાણે  સાચે જ મોકલતા હૈયા ના ધબકાર જ બંધ થઇ ગયા,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

પત્ર આવવાની રાહ જોવામાં પણ એક મઝા હતી,
ટપાલી ના બોલ સંભળાતા દોડવામાં પણ એક મઝા હતી,
આજ ના વ્યસ્ત યુગ માં લખનાર-વાંચનાર જ બંધ થઇ ગયા,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

E -mail અને mobile થી આજ-કાલ વાત-ચીત થાય છે,
સામે કોણ છે તે સમજવામાં પણ ગફલત થાય છે,
stamp ના યુગ માં હાથ થી થતા હસ્તાક્ષર જ બંધ થઇ ગયા,
હવે તો પોતાની લાગણી થી બંધાયેલા તાર જ બંધ થઇ ગયા...

No comments:

Post a Comment