Sunday, July 15, 2018

આપ તારો હાથ મારા હાથ માં.....



આપ તારો હાથ મારા હાથ માં, ચાલ જઇયે ત્યાં તારા સાથ માં,
જયાં મધમાતો દિન હોય, પૂનમ ની રાત હોય, ચાંદો ખીલ્યો હોય આકાશ માં...

આંખોમાં જ્યોતિ બની ને વસે છે તું,
આ હૈયા માં સ્પંદન થઈને ધડકે છે તું,
મારી હર વાત માં, બધી મુલાકાત માં, તું મેંહકે છે મારા હર શ્વાસ માં...
આપ તારો હાથ મારા હાથ માં.....

વાદળી વરસે કે ઝરમરિયાં થાય,
દાઝે તાપ તન ને કે ઠંડો વાયરો વાય,
જિંદગી ની રાહ માં, મારી હર ચાહ માં, તું રહે છે મારી હર આશ માં...
આપ તારો હાથ મારા હાથ માં.....

 મન ના રસ્તા પર તારા પ્રેમ ના પડછાયા,
તારા પ્રેમ તંરગોથી મારા દરિયા ઓ છલકાયા,
ઉગતી સવાર માં, મારી બપોર માં, તું છે મારી સાંજ ની લાલાશ માં...
આપ તારો હાથ મારા હાથ માં.....