ક્યાં કોઈ ઉંચી જિંદગી જોઈએ છે,
બસ થોડા ક્ષણો ની જ તો ખુશી જોઈએ છે...
વસંત માં ખીલેલા બાગ ની આશા નથી કરતો,
મારા શ્વાસ ને તો બસ એક કળી જોઈએ છે...
અમાસ ના અંધારા છે મન ના દરેક ખૂણે,
પૂનમ કરવા બસ એક ચિનગારી જોઈએ છે...
તું કદર ના કરે તો કઈ નહિ એ દુનિયા,
જૂઠી તો જૂઠી પણ થોડી તસલ્લી જોઈએ છે...
નથી તમન્ના બહુ બધા દોસ્તો ની દિલ માં,
પણ એક સાચી સુખ-દુઃખ ની સાથી જોઈએ છે...
ક્યાં ઈચ્છા રાખું છું કઈ વધારે હે ઈશ્વર,
કમ સે કમ થોડા પળ ની શાંતી જોઈએ છે...
No comments:
Post a Comment