Wednesday, July 27, 2016

એક વાર તું મારી બની તો જો...




તારા અભિમાન ને મારી લાગણી થી ભીંજવી તો જો,
તારા દિલ ના દરિયા માં પણ ભરતી ના આવી જાય તો કેહજે...

તારી નજર ને મારી આંખો સાથે મેળવી તો જો,
તેમાં તારો જ ખાલી ચેહરો ના દેખાય તો કેહજે...

મારા હૈયા ની સ્પંદન કોઈ વાર સાંભળી તો જો,
તારા જ નામ ની સરગમ ના સંભળાય તો કેહજે...

એક વાર મારા હાથ માં તારો હાથ તો આપી જો,
તારા રસ્તા માં ફૂલો ની જાજમ ના પાથરી દેવ તો કેહજે...

એક વાર મારી બાહોં માં સમાય તો જો,
તારી જિંદગી માં વસંત ના છવાય જાય તો કેહજે...

એક વાર તું મારી બની તો જો,
તારી બધી જ રાત પૂનમ ના બની જાય તો કેહજે...

No comments:

Post a Comment