Saturday, January 29, 2022

હા ! તે સ્પર્શ છુટી ગયો છે...

હા ! તે સ્પર્શ છુટી ગયો છે, હવે પ્રેમ નો દરિયો ખૂટી ગયો છે,

બાંધતા તો વર્ષો લાગે લાગણી નો પુલ, અમુક જ ક્ષણો માં તે તૂટી ગયો છે...

સ્નેહ ના તાંતણે બંધાય તો ગયા,

પણ બે માંથી એક થઈ ના શક્યા ,

પોતાની જ કામના સમજવામાં રહ્યાં,

એક-બીજા ની ભાવના સમજી ના શક્યા,

સમજણ નો ડોર હવે વીતી ગયો છે, હૈયા ને પણ સાથે લૂંટી ગયો છે,

બાંધતા તો વર્ષો લાગે લાગણી નો પુલ, અમુક જ ક્ષણો માં તે તૂટી ગયો છે...

દૂર થી ડુંગર જોઈને અંજાય ગયા,

સમીપ આવતા જ નજરે પરખાય ગયા,

કોલ તો થતા થઈ ગયા જિંદગી ના,

પણ નિભાવાના સમયે બદલાય ગયા,

વાવાઝોડાં માં બાગ ઉજડી ગયો છે, કલ્પના ના ફૂલો બધા ચૂંટી ગયો છે,

બાંધતા તો વર્ષો લાગે લાગણી નો પુલ, અમુક જ ક્ષણો માં તે તૂટી ગયો છે...

પેહલા તો આંખો માં આંખ્યું ખોવાય છે,

પછી અપેક્ષાઓ ના વમળ માં બધું અટવાય જાય છે,

નસીબવાળા ને મળતો હશે સાચો પ્રેમ જિંદગી માં,

બાકી તો તારી-મારી માં જ આખી ઉંમર ખર્ચાય જાય છે,

આ જન્મારો તો હવે પતી ગયો છે, જે ભરમ હતો તે બધો મટી ગયો છે,

બાંધતા તો વર્ષો લાગે લાગણી નો પુલ, અમુક જ ક્ષણો માં તે તૂટી ગયો છે...

No comments:

Post a Comment