Saturday, April 2, 2022

બસ હું અને તું...


બસ હું અને તું, બસ તું અને હું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...

તારો સુરજ હું, મારો ચાંદ તું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...


શું કામ ની દુનિયાદારી, શું કામની તારી-મારી,

તારી બાંહો માં હું, મારી રાહો માં મંઝિલ તારી,

મારી વાદળી તું, તારા પર મેઘ બની વરસું હું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...


તું કહે હું સાંભળું, હું સાંભળું તું કહે,

હંમેશા પડછાયો બની તું મારા પડખે રહે,

હું જોવ સપના તારા, તારી આંખો ની દ્રષ્ટિ હું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...


તારો હાથ પકડી ચાલ્યા કરું, તને સામે બેસાડી નીહાર્યા કરું,

તારું માથું ખોળા માં રાખી ને તારા કેશુ હું સવાર્યા કરું,

તારા પ્રેમ માં ડૂબું હું, મારા પ્રેમ માં પીગળે તું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...


કેટલું રેશમી છે આ તારું મારુ પ્રેમ-બંધન,

વસંત બની ખીલ્યું છે તારા રૂપ થી મારુ જીવન,

મારી સ્પંદન તું, તારા હૈયા માં ધડકું હું,

બાકી સારી દુનિયા નું આપણે કામ શું...  

No comments:

Post a Comment