મારા નામ સાથે તારું નામ જોડી દવ,
તારા નામ ની હું ચૂંદડી ઓઢી લવ,
હવે મારે ચાલવું બસ તારી જ રાહે,
તારા રસ્તા પર મારી મંઝિલ શોધી લવ...
તારા હૈયા માં તું મને છુપાવી લે કે હું કોઈને નજર જ ના આવું,
તારો ચેહરો મને દેખાય અને બસ હું હંમેશા તને દેખાવું,
મારા પ્રેમ ની વેલ હું તારે આંગણે રોપી દવ,
આ મારા તન-મન ની ડોર હવે તને સોંપી દવ,
હવે મારે ચાલવું બસ તારી જ રાહે,
તારા રસ્તા પર મારી મંઝિલ શોધી લવ...
મારા સિંદૂરી રંગ થી હું તારી જિંદગી રંગીન કરી દવ,
તારા રેશમી સંગ થી હું મારી ધરતી સુગંધિત કરી દવ,
આજે હું મારા હૈયા ની વાત તને ખુલી ને બોલી દવ,
મારા અંતર ના દરિયા ને તારા અંતર પર ધોળી દવ,
હવે મારે ચાલવું બસ તારી જ રાહે,
તારા રસ્તા પર મારી મંઝિલ શોધી લવ...
તારા દુઃખ હવે મારા દુઃખ, મારી ખુશી હવે તારી,
આખી દુનિયા ને છોડી મેં તો અપનાવી દુનિયા તારી,
મારા શ્વાસ માં આજે તારી સુવાસ નું અત્તર ઘોળી દવ,
મારી આશ ના જામ ને તારા આંખ ના પ્યાલા માં બોળી દવ,
હવે મારે ચાલવું બસ તારી જ રાહે,
તારા રસ્તા પર મારી મંઝિલ શોધી લવ...
No comments:
Post a Comment