Tuesday, April 5, 2022

તારા ગજરા માં...


તારા ગજરા માં ફૂલ બની મેંહકી જાઉં,

તારા પગ માં પાયલ બની ખનકી જાઉં,

મન માં ઈચ્છા છે કે તારા કેશુ ઓ માં વાદળ બની વરસી જાઉં...


તારા એક સ્પર્શ થી હૃદય પતંગિયું બન્યું છે,

નસ-નસ માં જાણે કોઈ અજબ નું કંપન ઉઠ્યું છે,

તને મળ્યા પછી મારુ મન મારુ નથી રહ્યું ,

બસ તને જ મળવા તે તો હંમેશા ઉતાવળું બન્યું છે,

તારા નજરો ના જામ બની બેહકી જાઉં,

તારા પ્રેમ નું પંખી બની ચેહકી જાઉં,

મન માં ઈચ્છા છે કે તારા કેશુ ઓ માં વાદળ બની વરસી જાઉં...


આવ બની ને નદી તું, હું દરિયો બની જાઉં,

તારા હોઠો પર નો હું ગુલાબી રંગ બની જાઉં,

વસાવી લે મને તારા સપનોની દુનિયા માં,

તું એક સુંદર રાહ અને હું રાહી બની જાઉં,

તારા રૂપ ની ગાગર બની છલકી જાઉં,

તારી માંગ માં સિંદૂર બની ચમકી જાઉં,

મન માં ઈચ્છા છે કે તારા કેશુ ઓ માં વાદળ બની વરસી જાઉં...

No comments:

Post a Comment