Friday, April 1, 2022

એક ખોળા ની જરૂર છે...


 ડૂબતી નાવ ને બચાવવા એક તણખલા ની જરૂર છે,

ચિંતા ના અગનગોળા થી ઢાંકવા એક વડલા ની જરૂર છે,

મન ની ધરતી એકલતા થી સુકાઈ ગઈ છે એકદમ,

ભીંજવી નાખે તેવા ધોધમાર વાદળા ની જરૂર છે...


કોઈ ના હાથ નો સ્પર્શ હાથ માં હોઈ,

કોઈ ના પ્રેમ નો અંશ સાથ માં હોઈ,

લાંબો રસ્તો ટૂંકો થઈ જાય,

કાંટાળી રાહ બાગ થઈ જાય,

મારા બગીચા ને મહેકાવવા ફૂલડાં ની જરૂર છે,

મારી સ્પંદન ને ધડકાવવા એક હૈયા ની જરૂર છે,

મન ની ધરતી એકલતા થી સુકાઈ ગઈ છે એકદમ,

ભીંજવી નાખે તેવા ધોધમાર વાદળા ની જરૂર છે...


મારા દિવસો તેના રૂપ થી ખીલી જાય,

મારા અમાસ માં તેની આંખો થી રોશની થાય,

ક્યાં મહીના વીતે, ક્યાં વીતે સાલ,

તેની બાંહો માં થઈ જાય પસાર,

મારી અંધારી રાત ને ચમકાવવા તારલા ની જરૂર છે,

મારી ઊંઘ ને સુંદર બનાવે તેવા સપના ની જરૂર છે,

મન ની ધરતી એકલતા થી સુકાઈ ગઈ છે એકદમ,

ભીંજવી નાખે તેવા ધોધમાર વાદળા ની જરૂર છે...


મારી લાગણી નો તે પડછાયો બને,

મારી જિંદગી નો તે સહારો બને,

મારા ખયાલો તેની આશા હોઈ,

મારા વિચારો તેની ભાષા હોઈ,

મારા સાથ ને હવા આપવા એક ઝોંકા ની જરૂર છે,

મારા માથા ને પ્રેમ થી મુકવા એક ખોળા ની જરૂર છે,

મન ની ધરતી એકલતા થી સુકાઈ ગઈ છે એકદમ,

ભીંજવી નાખે તેવા ધોધમાર વાદળા ની જરૂર છે...

No comments:

Post a Comment