Wednesday, March 30, 2022

થોડું મનાઈ લેવા દે...


એ સાંજ ! મને તારા રંગો માં રંગાઈ જવા દે,

આખા દિવસ ના થાક ને તેમાં ભુલાઈ જવા દે,

આજે નથી થયું તે કદાચ કાલે થશે,

એવી વાત કરી મન ને ફરી થી થોડું મનાઈ લેવા દે...


પ્રયાસ તો કેટલાયે કર્યા આગળ વધવાના,

મુસીબતો ની ધારે પણ ઘણા પ્રયત્નો કર્યા પાંખો કાપવાના,

થોડા હૃદય ના છાલા ને રૂઝાઈ જવા દે,

મન માં પડેલા ડાઘ ને ભૂંસાઈ જવા દે,

આજે નથી થયું તે કદાચ કાલે થશે,

એવી વાત કરી મન ને ફરી થી થોડું મનાઈ લેવા દે...


ધૂળ ઉડી છે ચેહરા પર, ધૂંધળી બની છે નજર,

ખાડા પડી ગયા છે રસ્તા માં, ચાલવા કઠીન બની છે ડગર,

આજે બને તેટલી આંખો ને ભીંજાઈ જવા દે,

મન ને બળબળતી લાગણીઓ માં હોમાઈ જવા દે,

આજે નથી થયું તે કદાચ કાલે થશે,

એવી વાત કરી મન ને ફરી થી થોડું મનાઈ લેવા દે...


વાદળાઓ વરસી ગયા, ખાલી થઈ ગયું આકાશ,

ધરા તો પણ સુકાયેલી જ રહી, ના જાણે તેની કેવી છે પ્યાસ,

આજે આ જિંદગી ને પણ થોડું સમજાઈ લેવા દે,

તેની અપેક્ષા ઓ ને દરિયા માં ડુબાઈ દેવા દે,

આજે નથી થયું તે કદાચ કાલે થશે,

એવી વાત કરી મન ને ફરી થી થોડું મનાઈ લેવા દે...

No comments:

Post a Comment