Monday, March 14, 2022

એમ કહું તો ચાલશે...


તું પૂછે મને કે તને હું પ્રેમ કરું કેટલો,

મારી દરેક ક્ષણ તારા નામ માં રહેલી છે એમ કહું તો ચાલશે,

તારી આંખો ના દરિયા માં મારી દુનિયા વસેલી છે એમ કહું તો ચાલશે,

મારા દિવસ, મારી રાત, મારી એકલતા, મારી વાત,

મારા હૃદય માં બસ તારા જ પ્રેમ ના ધબકારા છે એમ કહું તો ચાલશે,

તું પૂછે મને કે તને હું પ્રેમ કરું કેટલો...


એક ખાલીપો હતો, જિંદગી ના સાગર માં ઓટ જ ઓટ હતી,

તારા આવવાથી જાણે તારા પ્રેમ ની એવી ભરતી ફેલાઈ,

વેરાન ઉજ્જડ બાગ માં કંઈ જ રહ્યું નહોતું બાકી,

તારી મુસ્કાન થી તેમાં જાણે વસંત ની ઋતુ રેલાઈ,

મારી છાંયા, મારી ધૂપ, મારી પાનખર, મારો વરસાદ,

મારા શ્વાસ માં બસ તારી જ સુવાસ ના મોગરા છે એમ કહું તો ચાલશે,

તું પૂછે મને કે તને હું પ્રેમ કરું કેટલો...


જે પણ કંઈ નહીં કર્યું હોઈ તે હવે થાય છે કે કરું,

તારો હાથ પકડી ને બસ ખુલ્લી રાહ પર નિકળી પડું,

ડર નથી રહ્યો હવે મને કશે હારી જવાનો,

બસ તારા રૂપ ની જાદુગરી માં મસ્ત મગન રહું,

મારી સવાર, મારી સાંજ, મારી હિંમત, મારી ઓળખાણ,

મારા મન-વગડા માં બસ તારી જ પ્રીત ના વાયરા છે એમ કહું તો ચાલશે,

તું પૂછે મને કે તને હું પ્રેમ કરું કેટલો...

No comments:

Post a Comment