Tuesday, March 15, 2022

તું મને મળી ગઈ છે ને...

 તું મને મળી ગઈ છે ને, હવે હું મારી નવી જિંદગી ની શરૂઆત કરીશ,

તારા ભીના વાળ ની સુગંધ થી મારી સવાર થાય,

તારા હોઠોં ની ગુલાબી લાલી થી મારી સાંજ થાય,

તારા સિંદૂર ના રંગો થી હું મારુ આકાશ રંગીશ,

તું મને મળી ગઈ છે ને, હવે હું મારી નવી જિંદગી ની શરૂઆત કરીશ...

તારો સ્પર્શ, તારો એહસાસ,

તારો હાથ, મારો સંગાથ,

તું બોલે હું સાંભળું, હું બોલું તું સાંભળે,

આ જ રીતે ધીરે ધીરે તારી-મારી પ્રીત પાંગરે,

તારા ખોળા માં માથું નાંખી હું આખી દુનિયા ભુલાવીશ,

તું મને મળી ગઈ છે ને, હવે હું મારી નવી જિંદગી ની શરૂઆત કરીશ...

તું નદી બની ને મારા દરિયા માં ભળી જા,

તું મેઘા બની ને મારી ધરા ભીંજવી જા,

તને સામે બેસાડી ને મન ભરી ને નિહારયા જ કરું,

તારા રેશમી કેશુ ને હાથો થી સવાર્યા જ કરું,

તારા સૌંદર્ય ની વસંત થી હું મારો બાગ મેંહંકાવીશ,

તું મને મળી ગઈ છે ને, હવે હું મારી નવી જિંદગી ની શરૂઆત કરીશ...

હું કવિતા લખતો હતો પણ તેમાં જાન નહોતી,

મારા અજાણ્યા અંતર ની કોઈ પહેચાન નહોતી,

તારા આવવાથી હવે જીવવાનું મન થાય છે,

તારી સાથે જિંદગી નો રસ્તો ચાલવાનું મન થાય છે,

તારા પ્રેમ ની ચાંદની થી હું મારી રાત પૂનમ બનાવીશ,

તું મને મળી ગઈ છે ને, હવે હું મારી નવી જિંદગી ની શરૂઆત કરીશ...

No comments:

Post a Comment