કુમકુમ નો ચાંદલો માથે લગાવી, લાલ લાલ મહેંદી હાથે લગાવી,
રાહ જોવું છું તારી હું તો નજરયું બિછાવી...
નામ તારું વ્હાલાં મહેંદી માં લખાવી, ગુલાબ ના અત્તર થી ખુશ્બુ મેંહંકાવી,
રાહ જોવું છું તારી હું તો નજરયું બિછાવી...
તારા મન-ગમતા રંગો થી કર્યો સાજ-શ્રીંગાર,
તારું મન હરવા સજ્યો મેં તો આ રૂપ-નિખાર,
તું બસ મને જોતો રહે બધું ભૂલી ને,
મેં તો એવી તો કરી છે પોતાને તૈયાર,
ભાત-ભાત ની ચૂડીઓ પેહરી, જાત-જાત ની અદાઓ સજાવી,
રાહ જોવું છું તારી હું તો નજરયું બિછાવી...
તારી રાતો ને હું પૂનમ બનાવી દઈશ,
તારી આંખો માં મારી ચાંદની વસાવી દઈશ,
તું એક ક્ષણ પણ અળગો ના કરે મને તારા થી,
તને એવો હું મારા પ્રેમ માં પાગલ બનાવી દઈશ,
ફૂલ-પાંખડી હોઠો પર સજાવી,મખમલી બાગ ગાલો પર સજાવી,
રાહ જોવું છું તારી હું તો નજરયું બિછાવી...
દુલ્હન બની છું તારે માટે મારા વાલમ,
લઇ જા મને તારા ઘર આંગણ મારા વાલમ,
ખોવાઈ છું પોતાને ખોઈ ને તારા માં,
મારા સેંથા માં ભરી દે તારું સિંદૂર મારા વાલમ,
તારે માટે પાનેતર ઓઢી, આજે હું પરી ની જેમ સજી,
રાહ જોવું છું તારી હું તો નજરયું બિછાવી...
No comments:
Post a Comment