Tuesday, March 15, 2022

મારા મન ની વાત કહી દેવ ...


શું કરું ? મારા મન ની વાત કહી દેવ ...

મારા અંતર ના ભેદ આજે ખોલી દેવ,

મને ઉંઘતા-જાગતા, ઉઠતા-બેસતા બસ તું જ દેખાય છે,

મારી કવિતાઓ માં શબ્દ બની ને તું જ વિખેરાય છે,

મારા હૈયા ની હોડી માં બસ તારું જ નામ હલેસા ખાય છે,

મારા છુપા પ્રેમ ની ગાગર આજે ધોળી દેવ.. ??

શું કરું ? મારા મન ની વાત કહી દેવ ...


મારા ચેહરા ને વાંચી લે, મારી આંખો માં ભાળી લે,

એક વાર તું મારા ધબકારા તો સાંભળી લે,

મારા ખયાલો ના ગુલશન માં તું જ મેંહકાય છે,

નવા નવા સવાલો મારા કાળજા માં ઉભરાય છે,

તારી ખુશ્બુ નું ઈત્તર મારા શ્વાસ માં ઘોળી દેવ,

શું કરું ? મારા મન ની વાત કહી દેવ ...


મને તું મદદ કરી દે, મારુ જીવવાનું થોડું સરળ કરી દે,

હાથો માં હાથ આપી ને આ જન્મારો સફળ કરી દે,

મારા કાનો માં તારા જ બોલ ના ભણકારા સંભળાય છે,

તું અત્યારે આવશે એમ કહી કહી ને મારુ મન હરખાય છે,

તને ભરોસો અપાવવા તું જ કહે હજુ બીજું શુ બોલી દેવ,

શું કરું ? મારા મન ની વાત કહી દેવ ...

No comments:

Post a Comment