ખરી રહ્યા છે પાંદડાં, સુકાઈ ગયા છે ઝાડ,
લાગે છે કે પાનખર અહીંયા નજીક જ છે...
ઉડી રહી છે ડમરી, ઉજ્જડ બન્યું છે ગામ,
લાગે છે કે વંટોળ અહીંયા નજીક જ છે...
દૂર સુધી કોઈ નથી, રસ્તા છે એકદમ સુમસાન,
લાગે છે કે રણ અહીંયા નજીક જ છે...
વીજળી ચીરી રહી છે ધરતી, વાદળા છે કાળા દિબાંગ,
લાગે છે કે તૂફાન અહીંયા નજીક જ છે...
એકલતા ના પડછાયા છે, ખાલી પડી ગયા છે હાથ,
લાગે છે કે અંધકાર અહીંયા નજીક જ છે...
લાંબા થયા છે દિવસ, દાઝે છે કાળજે રાત,
લાગે છે કે ઉનાળા ના વાયરા અહીંયા નજીક જ છે...
ઋણ ચૂકવી દઈએ, છોડી દઈએ બાંધેલા વિહગ,
લાગે છે કે અંત અહીંયા નજીક જ છે....
No comments:
Post a Comment