ચાલો આજે જિંદગી ની ચોપડી નું ઓર એક પાનું ફાડીએ,
કાલ વીતી ગઈ, ફરી બચેલા દિવસો નો સરવાળો માંડીએ ...
થોડાં પળો ખુશી માં વીત્યાં તો થોડા ક્ષણ આંખોં ભીંજાઈ,
ક્યાંક સોનેરી સુરજ ઉગ્યો તો ક્યાંક અંધારી રાત્રી છવાઈ,
ફરી જૂનું ભૂલીને આવેલા નવા અવસર ને આવકારીએ,
કાલ વીતી ગઈ, ફરી બચેલા દિવસો નો સરવાળો માંડીએ ...
કોઈનો સાથ છૂટી ગયો તો કોઈ નવી ઓળખાણ થઈ,
કોઈ યાદો માં વસી ગયાં તો કોઈ ની યાદ તાજા થઈ,
આજે સંગાથે રહેલા સાથી સાથે વર્તમાન ને માણીયે,
કાલ વીતી ગઈ, ફરી બચેલા દિવસો નો સરવાળો માંડીએ ...
એક ખુશી નો ઉમેરો કરીયે આજે, બને તો દુઃખ ની બાદબાકી કરીયે,
અફસોસ ના રહી જાય કંઈનો , ફરી કોઈક મનગમતી ઈચ્છા માં ડૂબકી ભરીયે,
આભાર માની નવી સવાર નો , આવો નવા સ્વપ્નો થી સમય ને શણગારીએ,
કાલ વીતી ગઈ, ફરી બચેલા દિવસો નો સરવાળો માંડીએ ...
No comments:
Post a Comment