Friday, February 18, 2022

એક હાથે તાળી ના વાગે દોસ્ત ...


એક હાથે તાળી ના વાગે દોસ્ત,

એક પૈડાં માં કાણું હોય ને તો ગાડી ના ચાલે દોસ્ત ...


બીજા પ્રત્યે બસ અપેક્ષાઓ જ રાખ્યા કરવી તે ખોટું નથી,

પણ પેહલા તે જોઈ લો કે તમે તેમની અપેક્ષા પર ખરા ઉતરયા છે,

તેમણે તો તમારા પર પ્રેમની વર્ષા કરી દીધી હોય,

પણ તમે કોઈ વાર તેમને તમારી લાગણી થી ભીંજવયા છે,

કેહવું બધું બહુ આસાન છે દોસ્ત,

પણ ખાલી કહેવાથી તરસ માં તૃપ્તિ ના મળે,

તેના માટે ધારા તો પાણી ની જ હાલે દોસ્ત,

એક હાથે તાળી ના વાગે દોસ્ત,

એક પૈડાં માં કાણું હોય ને તો ગાડી ના ચાલે દોસ્ત ...


તેમની પાસે કેટલીયે ખુશિયોં ની આશા રાખી ને બેઠા હંમેશા,

પણ તમે તેમના ચેહરા પર હંસી લાવા કંઈ ના કરી શક્યાં,

તેમનું આમ કેમ, તેમ કેમ, બસ વાતે વાતે ટીકા જ કરીયે રાખી,

તમે પોતાની જોવાની નજર કેમ કોઈ વાર પણ બદલી ના શક્યાં,

કેહવું બધું બહુ આસાન છે દોસ્ત,

એમ ખાલી વાત કરવાથી ખુશી ના મળે દોસ્ત,

ખૂંદી વળો કેટલુંયે ત્યારે દરિયા માંથી મોટી જળે દોસ્ત,

એક હાથે તાળી ના વાગે દોસ્ત,

એક પૈડાં માં કાણું હોય ને તો ગાડી ના ચાલે દોસ્ત ...


જયારે હોઈ ત્યારે તમને તેમનો સમય જોઈતો હોય,

પોતાને સવાલ પૂછો કે તમે કેટલો સમય તેમને આપ્યો છે,

તે તમારી વ્યથા કહ્યા વગર સમજી જાય તેવું તમે ચાહયું,

પણ તમે તેના કીધાં પછી પણ ક્યાં તેને સાથ આપ્યો છે,

કેહવું બધું બહુ આસાન છે દોસ્ત,

એમ તારું મારુ કર્યા કરવાથી જિંદગી ના નીકળે દોસ્ત,

સમજણ અને સમાધાન ની સંતુલનતા રાખવી પડે દોસ્ત,

એક હાથે તાળી ના વાગે દોસ્ત,

એક પૈડાં માં કાણું હોય ને તો ગાડી ના ચાલે દોસ્ત ...


No comments:

Post a Comment