મારા નાના માં નાના ભેદ હું તેને કહું અને તે ધ્યાન થી સાંભળે,
મારી નીરસ અને ના-સમજ વાતો ને પણ તે મઝા થી માણે,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
મારી આંખો ની ભાષા મારા કહ્યા વિના સમજી જાય,
મારી ખરી ખોટી હર જુબાન નો મર્મ તે ભાળી જાય,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
મારી દરેક મુસીબત નું તે કંઈ ને કંઈ હલ લાવા પ્રયાસ કરે,
વમળ માં ફસાઈ જાવ તો મારા હૈયા માં નવી આશ ભરે,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
ચઢતી પડતી ના બધાય સંજોગો માં તે મને સાથ આપે,
પોતાની પરવા કર્યા વિના હું ડૂબતો હોવ તો મને હાથ આપે,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
કોઈ પણ પથરીલી રાહ પર તેની સાથે ચાલ્યા કરવાનું મન થાય,
તેનો ચેહરો જોઈને મારા મુરઝાયેલા ફૂલ ને ફરી ખીલવાનું મન થાય,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
હું તેનો ભરોસો કરું, તે મારો ભરોસો કરે,
મારી અંધારી રાત માં તે તેના પ્રેમ નો ચાંદો કરે.
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
શું કહું, શું કરું એવી અસમંજસ માં જ્યારે કોઈ રસ્તો ના સૂઝતો હોઈ,
છબી નો પડછાયો પણ જયારે આઈના માં ધુંધળો ભાખતો હોઈ,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
આવો કોઈ સાથી મળી જાય તો ભાગ્ય નો એહસાન છે તમારા પર,
જિંદગી ની પ્રત્યેક ઘડી લાગે જાણે મેહરબાન છે તમારા પર,
કોઈ તો હોય જે ખભે હાથ મૂકી ને એવું કહે, ચિંતા ન કર હું છું ને ...
No comments:
Post a Comment