નદી માં ખળ-ખળ વહેતા નીર ની જેમ નિર્મળ છે તું,
આંખો ના ખુલતા-બંધ થતા પલકારા ની જેમ ચંચળ છે તું,
તને આરતી કહું કે દીવા ની વાટ કહું,
તને ગુલાબી સવાર કહું કે ચાંદની રાત કહું,
કોઈ ભક્ત ના મન માં વસતી શ્રદ્ધા ની જેમ પાવન છે તું...
તારી આંખો માં રાત ના દરિયા છલકાય,
તારી ખુશબો માં ફુલો ના ગુલદસ્તા મહેકાય,
તને પરી કહું કે તને કહું અપ્સરા,
તને રાની કહું કે તને કહું મલિકા,
કોઈ ફુલ ગુલાબી ગુલાબ ની પંખુડીયો ની જેમ કોમળ છે તું,
નદી માં ખળ-ખળ વહેતા નીર ની જેમ નિર્મળ છે તું...
તારી વાતો માં મોતીઓ ની વર્ષા વરસાય,
તારી મુસ્કાન માં મખમલી તારા બીખરાય,
તને મલાઈ ની ધાર કહું કે વાનગી લજ્જતદાર કહું,
તને પ્રેમ નો રાગ કહું કે રૂપ શ્રીંગાર કહું,
કોઈ ખુબસુરત રંગો થી બનેલી તસવીર ની જેમ સુંદર છે તું,
નદી માં ખળ-ખળ વહેતા નીર ની જેમ નિર્મળ છે તું...
તારા હોઠો માં મધ ની મધુર ધારા રેલાય,
તું સંગે મર-મર ની જાણે પ્રતિમા કહેવાય,
તને નાજુક ડાળ કહું કે લજામણી નાર કહું,
તને વસંતી વેલ કહું કે રાતું અનાર કહું,
કોઈ સુગંધ પાથરતા મોગરા ની જેમ અત્તર છે તું,
નદી માં ખળ-ખળ વહેતા નીર ની જેમ નિર્મળ છે તું...
No comments:
Post a Comment