પ્રેમ ના પડઘમ સંભળાવા લાગ્યા છે,
દિલ ના દરિયા માં વમળ ઉઠવા લાગ્યા છે,
ક્યાં જરૂરત છે પ્રેમ ને કોઈ જુબાન ની,
પાંપણ ના પલકારા પણ બોલવા લાગ્યા છે...
મન માં કોઈ ના ખયાલો આવવા લાગ્યા છે,
બીજા ની પસંદ પ્રમાણે પોતાને સજાવવા લાગ્યા છે,
કેવી રીતે જવાબ આપું તે મને ખબર નથી પડતી,
દિલ માં તો જાણે ધોધમાર સવાલો વરસાવા લાગ્યા છે...
રાત-દિવસ તેમની જ યાદો માં કપાવા લાગ્યા છે,
દરેક ઋતુ માં અલગ જ એહસાસ ના ફુલ ઉગવા લાગ્યા છે,
તેમને ગમતું જ બધું પસંદ છે અમને પણ,
હવે તો પોતાના માં પણ જાણે તેમને જ મેહસુસ કરવા લાગ્યા છે...
No comments:
Post a Comment