Saturday, April 2, 2016

આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું...

બીજી કોઈ વાર વાતો ની વણઝાર કરશું,
આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું,
આંખો માં આંખ પેરવી ને ચાર કરશું,
આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું...

મને એહસાસ તો થઇ જાય કે આ ભ્રમ નું નથી,
આ હકીકત છે કોઈ સપનું નથી,
તમારા રેશમી સૌન્દર્ય નો રસથાળ કરશું,
આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું...

કોઈ જાદુગર ની માયા જેવું લાગે છે,
આ રૂપ તો જાણે સોનેરી કાયા જેવું લાગે છે,
જોબન ના દરિયા માં આર-પાર થઈશું,
આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું...

આ સમય ને કહી દઉં કે થંભી જા તું ઘડીક,
મારા આ અનમોલ ક્ષણ ને હું સમેટી લઉં ઘડીક,
આ જ સુંદર પળો થી જિંદગી નો શ્રીંગાર કરશું,
આજે તો બસ મન ભરી ને તમારો દીદાર કરશું... 

No comments:

Post a Comment