તારા ફુલો ને મેં સાચવી રાખ્યા છે,
મારી જિંદગી માં તેને બિછાવી રાખ્યા છે,
તેની એક-એક પાંખડીએ મેં ,
તારા પ્રેમ ના પળો ને સજાવી રાખ્યા છે...
સુગંધ એની ભળે જયારે મારા શ્વાસ માં,
દુનિયા મારી મહેંકી ઉઠે તારા સહેવાસ માં,
તારા પ્રેમે હરદમ તેને નિખારી રાખ્યા છે,
મૌસમ ની રંગત માં રંગો ને પાથરી રાખ્યા છે,
તેની એક-એક પાંખડીએ મેં ,
તારા પ્રેમ ના પળો ને સજાવી રાખ્યા છે...
સંભારણું આ એવું છે જે કોઈ દિ ના કરમાય,
તેની સુંદરતા થી મારી પ્રેમ ઋતુ હરખાય,
યાદ બનાવી ને હૈયે મારી લગાવી રાખ્યા છે,
મારા ખ્યાલો ને તેણે મહેંકાવી રાખ્યા છે,
તેની એક-એક પાંખડીએ મેં ,
તારા પ્રેમ ના પળો ને સજાવી રાખ્યા છે...
No comments:
Post a Comment