મારા દિવસ ને જુઓ, મારી રાત ને જુઓ,
આ ગરમી ઠંડી ને વરસાદ ને જુઓ,
કરમાયેલું ફુલ જાણે હરખાય ગયું,
તારા આગમન થી બધું બદલાય ગયું ...
રોનક હતી ક્યાં આવી સવાર માં,
લાલી હતી ક્યાં આવી સાંજ માં,
તારા હોઠો ની લાલી, તારી મીઠી મુસ્કાન,
પ્રસરી જ્યાં, ત્યાં બધું રંગાય ગયું,
તારા આગમન થી બધું બદલાય ગયું ...
ખાલી હતા આ મારા મન ના ઝરણાં,
સૂનાં હતાં મારા અંતર ના ખૂણા,
તારા પ્રેમ ની વર્ષા, તારી જાદુભરી વાણી,
વર્ષી જ્યાં, ત્યાં બધું છલકાય ગયું,
તારા આગમન થી બધું બદલાય ગયું ...
રાહ હતી જેની મને તે આજે મારી સાથે છે,
જાણે કોઈ બેનૂર ખજાનો પાસે છે,
તારા રૂપ ની કિરણ, તારી ખુશ્બુ ની લહર ,
ફેલાય જ્યાં, ત્યાં બધું અંજાય ગયું,
તારા આગમન થી બધું બદલાય ગયું ...
No comments:
Post a Comment