મારા હૈયા ની વાત, કહું હું તુજને આજ રાત,
તારા વિના વિતાવી કેમ રાતડી,
ઈ તો કોઈ ના જાણે, ઈ તો બસ હું જાણું અને જાણે મારી આ આંખડી ...
સેજ ખાલી ખાલી, નીંદર ના આવી મને,
બસ તારી યાદ પલ-પલ આવી મને,
હું તો શું કહું વિચારું, મારા મન ને મનાવું,
બસ પડખા ઓ બદલી વીતી રાતડી,
ઈ તો કોઈ ના જાણે, ઈ તો બસ હું જાણું અને જાણે મારી આ આંખડી ...
મન તો એવું વિચારે તું અબ ઘડી અહીં આવી જાય,
મારી કાળી રાત માં ચાંદની ફૈલાવી જાય,
તું કાલે તો આવશે, બસ કાલ ની જ વાટ માં,
બસ એ જ વિચારે વીતી રાતડી,
ઈ તો કોઈ ના જાણે, ઈ તો બસ હું જાણું અને જાણે મારી આ આંખડી ...
No comments:
Post a Comment