જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં સોનલ જ સોનલ,
સર્જનહારે શું રચના કરી છે સૃષ્ટિ ની,
એક થી ચઢિયાતી એક કૃતિ છે કુદરત ની,
કોઈ દઢ છે કોઈ કોમલ જ કોમલ...
રેશમી વાદળ કેરા વન નો મુલાયમ એહસાસ કરું,
સવારે ધુમ્મસ ની ઓર માં કિરણો ને આર-પાર કરું,
ગુલાબી ગુલાબી વાયરા નો આહલાદક સ્પર્શ,
સાથે પંખી ઓના મધુર કલરવ નો રોમાંચ કરું...
પહાડો પર લીલીછમ જાજમ તો કયાંક બરફ ની ચાદર ઓઢાડી,
નાના-નાના ફુલ છોડ તો ક્યાંક ઊંચા વૃક્ષો ની હારમાળા ઉગાડી,
કેવી રીતે રંગ ભર્યો હશે ચિત્રકારે કોણ જાણે,
પણ જ્યાં જુઓ ત્યાં ભાત-ભાત ના રંગો ની રંગત રંગાડી...
છમા-છમ વરસતા વરસાદ નું આટલું પાણી તે ક્યાંથી લાવ્યા હશે,
ક્યાંક જમીન તો ક્યાંક ઝરણા,નદી,તળાવ તે કેમેક બનાવ્યા હશે,
રંગબેરંગી ઉડતા પંખી તો ક્યાંક તળતા-ચાલતા જાનવર,
આટલી બધી કલાથી તે ક્યા કલાકારે દુનિયા ના બાગ ને શણગાર્યા હશે...
No comments:
Post a Comment