વરસાદ ના ઝર-મર છાંટા વરસ્યાં,
ભીની ફોરમ થી ધરતીનાં કણ-કણ મહેક્યાં,
હવે પ્રેમ ની આગ હૈયા માં બળવાની,
હવે તો થાય ઝંખના તમને મળવાની ...
મેઘધનુષ ના રંગો થી છવાયું,
મૌસમ પર કેવું આ નૂર છવાયું,
ઠંડી-ઠંડી લહેરોં લહેરાતી,
તન-મન માં જાણે વીજળી પ્રસરાતી,
ઋત આવી ગઈ સાથ માં ફરવાની,
હવે તો થાય ઝંખના તમને મળવાની ...
મન થાય છે તારી સાથે ભીંજાવું,
તારા ભીના વાળમાંથી મોતી છંટકાવુ,
ગુલાબી હોઠોં પરથી ટીપું જો સરશે,
આ બરખા માં રંગો ની ગુલાબ જો ભળશે,
જિંદગી ને પ્રેમ રંગો માં રંગવાની,
હવે તો થાય ઝંખના તમને મળવાની ...
No comments:
Post a Comment