Friday, June 3, 2016

સાક્ષાત માયા...




કેવી રીતે લખીશ, ખબર નથી, કેવી રીતે વર્ણવીશ તે પણ ખબર નથી. પણ I guess કોઈ ના માટે પણ આ કામ મુશ્કેલ છે. તેનું  શબ્દો ના સ્વરૂપ માં આલેખન કરવું આસાન નથી પણ I guess શક્ય જ નથી. 

લજામણી જેવી કાયા માં રાતરાણી ની સુગંધ રેલાવતી મહેક છુપાવી સુંદરતા થી જેનો ખુદ ઈશ્વરે શ્રીંગાર કર્યો અને તેમાં મધ ની મીઠાશ ને ફુલો ની પાંખડી માં મેળવી જેના હોઠો નું સર્જન કરી ને તે કલા-કૃતિ માં પ્રાણ ફૂંક્યો ત્યારે જે રચના બની તે છે આ સાક્ષાત માયા. 

જેના ગાલ પર હળવી ગુલાબી રાતાશ બિખરી હોઈ અને જેનાથી રોજ સાંજ રંગે રેલાતી હોઈ, તે બેઠી હોઈ તો એવું લાગે જાણે કોઈ અદ્ભુત નજારો બનાવી ને બુલબુલ બિરાજમાન હોઈ. દાડમ ના દાણા ને તેના દાંત માં સજાવી ને મોતી ની જેમ વિખેર્યા હોઈ તેવી મુસ્કાન છે તેની. તેના ચાંદની ભરી નૈન માં તેજ ઝળકે ત્યારે આપણી આંખો અંજાય જાય તેવી રોશની થઇ જાય. માસુમ ફુલો ની ડાળીઓ ને તેની આંગળીઓ માં ઢાળી મલાઈદાર હાથો ને નજાકત અર્પી, કોઈ ગુલમહોર ના ઝાડ પર થી ફુલો ની વર્ષા થઇ જાય જયારે તેના રૂપવંતા ચહેરા પર એક મુસ્કાન છવાય. નજર અટકી જાય સૃષ્ટિ ની જ્યાં તે એક પલ માટે થંભી જાય, વાતાવરણ મેંહકી જાય તેની ખુશ્બુ થી જ્યાં થી એક વાર તે પસાર થઇ જાય. કાળી ઘટાઓ ના વન માં રેશમ ની ડોર જેવા તેના ઘના મુલાયમ કેશુ ઓ ની લેહરાતી લેહર માં આખું ગગન ડોલી ને જમીન ને વર્ષા ની ઝડી થી ભીગવી નાખે છે. 
આરસ ના અંગ માં જાણે સુરાહી દાર સ્વરૂપ આપી સર્જનહારે એક અલૌકિક આકૃતિ નું નિર્માણ કર્યું અને તેને સંગીત ના સાત સુર આપી દુનિયા માં પ્રગટ કર્યું તેવી આ શ્રદ્ધા જેવી પાવન, નદી જેવી નિર્મળ, ગુલાબ જેવી કોમળ અને મેઘધનુષ ના રંગો થી રંગાયેલી માદક કમનીય કલ્પના ને માટે કોઈ શબ્દો જ નથી. I guess જેટલું લખીયે તેટલું ઓછું જ છે.  

No comments:

Post a Comment