Friday, February 12, 2016

હા, તને જોઇને જીવવાનું મન થાય છે...

હા, તને જોઇને જીવવાનું મન થાય છે,
તારી આંખો માં મને મારી જિંદગી દેખાય છે,
ભીંજવી નાંખું તને મારી લાગણી ઓ ના વરસાદથી,
વાદળ બની ને તારી ધરા પર વરસવાનું મન થાય છે...



મારી સ્પંદન નો ગાંઠ બાંધુ તારી સ્પંદનની સાથે,
મારા હૈયા ને તારા હૈયા સાથે જોડવાનું મન થાય છે,
કોઈ લાંબા સફર પર નીકળી પડું હાથો માં હાથ રાખી,
તારી સંગ દુર દુર સુધી ચાલવાનું મન થાય છે...

સાંજે ઝીલ ના કિનારે તારા ખોળા માં માથું મૂકી રાખું,
તારા કાળા કેશુ ઓ ની છાયા માં બસ સુઈ રેહવાનું મન થાય છે,
ડુબતા સુરજ થી રાતું થઈ જાય તેવા આકાશ ની જેમ,
તારા હોઠો ની લાલી થી તરબોળ બની રંગાઈ જવાનું મન થાય છે...

તારા શ્વાસ ના અત્તર માં મારા શ્વાસ ની સુગંધ રેલાય,
તારા ગુલાબ જેવા અંગમાં ફોરમ બની ને મેહકી જવાનું મન થાય છે,
તારી સાથે લાગે દિવસ-રાત સ્વર્ગ સમા સોહામણા,
તારી બાહોમાં પ્રત્યેક ક્ષણે-ક્ષણ માણવાનું મન થાય છે...

તારી માસુમ મુસ્કાન માં મારા સપનાઓ હસતા રહે,
હંમેશા તારા બસ આ ખીલતા ચેહરા ને જોવાનું મન થાય છે,
તારા પ્રેમના સ્પર્શ થી બની જાય હર ઋતુ રેશમી,
બસ તારે જ સથવારે દરેક જન્મારો કાપવાનું મન થાય છે...

No comments:

Post a Comment