Saturday, February 13, 2016

પણ, તારા વિના મારા હૈયા નો દિપક બુઝાયો છે...

ઝુમ્મર ની જ્યોતિ થી ઓરડો પ્રકાશ્યો છે,
પણ, તારા વિના મારા હૈયા નો દિપક બુઝાયો છે...

તારા વિરહ માં મને તો કઈ કરવું નથી ગમતું,
તારી યાદો માં મારું મન હમેશા રહે છે રમતું,
મારા ચેહરા ને જુઠી હંસી થી હસતો રાખ્યો છે,
પણ, તારા વિના મારા હૈયા નો દિપક બુઝાયો છે...

આપના પ્રેમ નો છોડ જોને કરમાયો છે,
તારી ખુશ્બુભરી હવા વિના જોને સુકાયો છે,
ના માને છતાં પણ જેમતેમ સમજાવી રાખ્યો છે,
પણ, તારા વિના મારા હૈયા નો દિપક બુઝાયો છે...

તારી તસવીર ના રંગ પણ ઝાંખા પડયા છે,
પહેલા જેવા ના તેમાં નિખાર રહ્યા છે,
મેં તો પત્ર તારો હમેશા મારા હૈયે લગાવી રાખ્યો છે,
પણ, તારા વિના મારા હૈયા નો દિપક બુઝાયો છે...

No comments:

Post a Comment